Saturday, April 28, 2012

"કામ ના છોડો, કામના છોડો.
મ્રુત્યુ પછી સ્વર્ગ મળે તેવી લાલચ રાખશો નહી, મ્રુત્યુ પછીનર્ક મળશે તેવો ભય પણ રાખશો નહી."

Tuesday, January 25, 2011

હિન્દુસ્તાનનો સ્વતંત્રતા દિવસ...

આજે સ્વતંત્રતા દિવસની સહુને શુભકામના.આજે લખવાનું તો ધણું મન છે, પણ ત્રિરંગો ફરકાવવા માટે જે વાદવિવાદ ચાલે છે તેનાથી દરેકના આત્માને અશાંતી છે. હવે ક્યાં સુધી?

Wednesday, December 8, 2010

એક નવી સવાર, એક નવો દિવસ, એક નવો અવતાર આજે ફરી મલ્યા નો આનંદ. અરે દિવસ આપણને શું શું આપશે તેના કરેતા આપણે દિવસને કેમ સજાવશું તેમ કેમ નો વિચારી સકાય. આજે તો ગુજરાતી માધ્યમની અને ઉમદા સાહિત્ય પીરસતી અનેક સાઇટો આપણા પાસે ઉપલબ્ધ છે.
આપણે ફેસબૂક,ઓરકુટ જેવી  સાઇટો પર મલીએ પણ છીએ.પણ ક્યારેક મારી પણ મુલાકાત લૈ મને પણ પ્રોસ્તાહીત કરશો.
આભાર.
વ્રજ દવે ના નમસ્કાર

Monday, August 23, 2010

તહેવારો અને વહેવારો. . . ! ! !

આમતો સાવનનો મહિનો એટલે તહેવારોનો મહિનો.અને ભોલેનાથની ક્રુપા પામવાનો મહિનો. આવતી કાલે રક્ષાબંધન અને બળેવ છે, બળેવને દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે, તો આ શુભદિવસના આપ સહુને ઝાઝા કરીને હેતપ્રેમની શુભેચ્છા.અને આમારો પડોશી દ્વારકાનોનાથ સહુની રક્ષા કરે સાથે મનોકામના પણ પુરી કરે.
આપણે પણ શું આપણા દેશસેવકો તેનો પગાર વધારો માંગે તેમાં આટલા નારાજ થાઇએ છીએ, તેમને પણ તેમના પરિવાર-પરિવારો ની સંભાળ તો રાખવી જ પડેને?
એક પણ વિરલો એવો નો નીકળ્યો કે મારે વેતન જોતુજ નથી. આપ શું કહો છો ? નિખાલસતા થી પ્રતિભાવ આપશો.
વ્રજ દવે

Sunday, August 22, 2010

ભાગ રે વરસાદ . . . . . .!

એકદમ ભુક્કાબોલાવી દીધા બાપલીયા આ વખતના વરસાદે તો. . . હવે જો વિરામ કરે તો સારું,નહીંતર તો લીલોદુકાળ થાશે. હા આ મારા ગામની અને તેમાં પડેલ વરસાદ ની વાત છે. ગામ તો દરેક ગામડાની માફક રળીયામણું જ છે. તેની ઉગમણે તેલી નદી અત્યારે તો તોફાની બની ને અને આથમણે ઘી નદી પણ ધમપછાડા મારતી ભાગમભાગ કરે છે.
આતો થોડી વાત કરી, બાકી આપણે મલતા તો રહીશું જ.
થોડા પ્રતિભાવો મલે તો આનંદ. . આનંદ.
વ્રજ દવે

Saturday, July 3, 2010

જાણ્યે-અજાણ્યે

અરે મારા મિત્રો આજકાલ તો વરસારાની ની રાહ જોવાય રહી છે.ક્યાક ટપકી પડે છે અને ક્યાંક રાહ જોવડાવે છે. તમે જોઇ છે ક્યાય?
લખવા બેઠો ત્યારે વાતાવરણ માં ગરમી હતી, હવે થોડી ઠંડીની લહેરકી આવી છે.
તો જાણ્યે-અજાણ્યે વરસારાની મલે તો આબાજુ મોકલશો.
આતો સેમ્પલ છે હવે કાઇંક ગાડી આગળ ચાલસે આપ સહુ ના સહકારથી.
વ્રજ દવે

Wednesday, February 3, 2010

મનોમંથન સહુનું સહિયારું

વહાલા મિત્રો,
"મનોમંથન" માં આપનું દિલથી સ્વાગત કરીએ છીએ.
"મનોમંથન" આપણા સહુનુ છે.
મજામા હશો. આવજો. નમસ્કાર.
વ્રજ દવે